વિરાટ કોહલી બન્યો T20 WCનો નવો 'કિંગ' 

વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2022માં ઈતિહાસ રચ્યો છે

તેણે બાંગ્લાદેશ સામે રમતા ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો

કોહલીએ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે 12 રન બનાવીને ટૂર્નામેન્ટમાં 1000 રનની ક્લબમાં પ્રવેશ કર્યો હતો

ભારતીય સ્ટારને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડવા માટે માત્ર 16 રનની જરૂર હતી

વિરાટે આ મેચમાં 64 રન મારીને આ રેકોર્ડને તોડી દીધો છે

સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં અન્ય કોઈએ 1000 રનનો આંકડો પાર કર્યો નથી

ક્રિસ ગેલ 965 રન સાથે ત્રીજા સ્થાને છે અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા 919 રન સાથે ચોથા સ્થાને છે

કોહલીએ ફક્ત 25 મેચમાં જ 1065 રન બનાવીને ટી20 વર્લ્ડ કપમાં ઇતિહાસ સર્જ્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો