આ વ્યક્તિ ન હોત તો T20 ક્રિકેટ પણ ન હોત!

આ 90 ના દશકની વાત છે જ્યારે લોકોનો ક્રિકેટમાંથી રસ ઉઠી રહ્યો હતો

કોઇ મેચ જોવા આવતું ન હતુ, જેના કારણે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને નુક્સાન થઇ રહ્યુ હતુ

લોકોને સ્ટેડિયમ તરફ કઇ રીતે ખેંચવા તે જાણવાનું કામ સ્ટુઅર્ટ રોબર્ટસનને આપવામાં આવ્યુ

તે ઈંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટ બોર્ડમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરી રહ્યા હતા

તેમણે એક વર્ષ સુધી રિસર્ચ કરી અને તેમને જાણવા મળ્યુ કે, મેચ લોકોને બોરિંગ લાગવા લાગી છે

આટલી લાંબી મેચ જોવી લોકોને સમય અને પૈસાની બરબાદી લાગતી હતી અને તેમાં કોઇ રોમાંચ પણ ન હતો

આ બાદ રોબર્ટસનને T20 ફોર્મેટનો આઇડિયા આવ્યો. જેમાં 20 ઓવરના ક્રિકેટની વાત કરવામાં આવી

આ ફોર્મેટ શરૂઆતમાં ક્રિકેટ બોર્ડના સમજમાં ન આવ્યો અને તેમણે રિજેક્ટ કરી દીધો

પરંતુ રોબર્ટસને માર્કેટિંગ ટીમ સાથે મળીને કાઉન્ટી ક્રિકેટના પ્રમુખને ફરીથી સમજાવ્યો અને તેઓ માની ગયા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો