ફિલિપાઇન્સમાં પૂરથી તબાહીના દ્રશ્યો
ફિલિપાઈન્સમાં મુશળધાર વરસાદને કારણે સર્જાયેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 47 લોકોના મોત થયા છે
આ સિવાય ફિલિપાઈન્સના દક્ષિણી રાજ્યમાં 60થી વધુ ગ્રામીણો ગુમ થયા હોવાના અહેવાલ છે
ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં આ લોકો દટાયા હોવાની આશંકા છે
શુક્રવાર સુધીમાં, મગુઈંડાનાઓ પ્રાંતના ત્રણ શહેરોમાં ઓછામાં ઓછા 42 લોકો તણાઇ ગયા હતા
વાવાઝોડાની અત્યાર સુધીની સૌથી ખરાબ અસર ભારે વરસાદની રહી છે
જેના કારણે અનેક જગ્યાએ પૂર અને ભૂસ્ખલન થયું હતું
આદિવાસી ગામ કુસેઓંગમાં 60 થી વધુ લોકો સાથે ભૂસ્ખલન ડઝનેક ઘરોને ઘેરી વળ્યું હતું
શુક્રવારે બચાવકર્મીઓએ કુસિયાંગમાં 11 મૃતદેહો બહાર કાઢ્યા હતા, જેમાં મોટાભાગે બાળકો હતા
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો