આ દેશમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવા પર બૈન
કોરોના બાદ ઈન્ડોનેશિયાના પ્રવાસન ઉદ્યોગ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે
કારણ કે ઈન્ડોનેશિયાની સંસદે અપરિણીત યુગલો અને લગ્નની બહાર શારીરિક સંબંધો બાંધવાને ગુનો જાહેર કર્યો છે
આ નિયમ ઈન્ડોનેશિયાના નાગરિકો તેમજ ત્યાં રહેતા વિદેશીઓ અને પ્રવાસીઓ પર લાગુ થશે
ઇન્ડોનેશિયાની સંસદમાં મંગળવારે આ નવા દંડ સંહિતાને મંજૂરી આપવામાં આવી છે
આ સાથે આ ફોજદારી કાયદાનો ભંગ કરનાર માટે એક વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે
આ નવા ફોજદારી કાયદા હેઠળ લગ્ન બહારના સેક્સને અપરાધના દાયરામાં લાવવામાં આવ્યો છે
આ સાથે લગ્ન પછી પાર્ટનર સિવાય અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ બાંધવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે
કાયદાનો ભંગ કરનારા લોકોના માતા-પિતા, પતિ-પત્ની અથવા બાળકોની ફરિયાદ પછી જ કાર્યવાહી થઈ શકે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો