26 વર્ષના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવો હતો ભૂતકાળ

મધ્યપ્રદેશમાં આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર આજકાલ ખૂબ ચર્ચામાં છે

તે દરબાર યોજી લોકોની સમસ્યા સાંભળી તે મુજબ ઉકેલો સૂચવે છે

ધીરેન્દ્ર શાસ્ત્રીની ઉંમર 26 વર્ષ છે, 4 જુલાઈ 1996માં છતરપુર ગઢમાં જન્મ થયો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના પિતા કૃપાલ ગર્ગ ગામમાં જ સત્યનારાયણની કથા સંભળાવતા હતાં

ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પિતા સાથે કથા વાચન કરતા હતાં

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ગંજ ગામમાંથી હાઇસ્કૂલ અને હાયર સેકન્ડરીનો અભ્યાસ કર્યો છે

આ પછી તેણે બીએની ડિગ્રી લીધી હતી. કહેવાય છે તેમનું બાળપણ ગરીબીમાં વીત્યુ છે

તે પોતે પિતા સાથે વાર્તાઓ વાંચતા અને માતા દૂધ વેચતા હતાં

ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા સિદ્ધ પુરૂષ હતા! તેઓ દર મંગળવાર અને શનિવારે આ મંદિરમાં દરબાર કરતા

એ સમયથી લોકો આ મંદિરમાં સમસ્યાઓ લઇને આવે છે

ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ નવ વર્ષની ઉંમરથી દાદાજી સાથે મંદિરમાં જવાનું શરૂ કર્યું અને તેમની પાસેથી રામકથા શીખ્યા

બે વર્ષ પહેલા સોશિયલ મીડિયાથી શરૂ થયેલી તેમની ખ્યાતિની સફર 7 સમુદ્રની પાર પણ પહોંચી હતી

14 જૂન 2022ના રોજ લંડનની સંસદમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું

બાગેશ્વર ધામ સરકારી પં. ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ લાવવાનો દાવો કરવામાં આવે છે

 કહેવાય છે કે ભૂત, પ્રેતથી લઈને બીમારીઓ સુધી બાબાની કથામાં તમામનો ઈલાજ છે

બાબાના સમર્થકોનો દાવો છે કે બાગેશ્વર ધામ સરકાર કોઈ પણ વ્યક્તિને જોતા જ તેની તમામ પ્રકારની સમસ્યાઓ જાણી તેનું નિરાકરણ લાવે છે

આ દાવાઓને નાગપુરની અંધ શ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા પડકારવામાં આવ્યા હતા

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો