ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણા શહેરમાં શેત્રુંજય પર જૈન ધર્મના દેરાસર અને મંદિરો આવેલા છે

પરંતુ, શું તમે જાણો છો કે અહીં રાતવાસો કરવાની મનાઈ છે

માન્યતા છે કે, આ જૈન દેરાસરો ફક્ત દેવો માટેનું જ નિવાસસ્થાન છે

તેથી આ પવિત્ર સ્થળે કોઈપણ વ્યક્તિને રાતવાસો કરવાની સખ્ત મનાઈ છે

જૈન ધર્મના સાધુઓ માટે પણ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે

જૈન ધર્મના દરેક લોકો માને છે કે મોક્ષ પ્રાપ્તિ માટે એકવાર આ દેરાસરોની મુલાકાત લેવી જોઈએ

આ પર્વત ઉપર આરસમાં સુંદર બારીક કોતરણી કામવાળા લગભગ 863 દેરાસરો આવેલા છે

મુખ્ય દેરાસર સુધી જવા માટે 3500 પગથિયાં ચડવા પડે છે

1800 ફૂટ ઊંચા પર્વતીય સ્‍થાન પર પહોંચવા 3,795 પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે

અહીં ભગવાન આદિનાથ, કુમારપાળ, વિમલશાહ સાંપ્રતિ રાજા તેમજ શિખરની સૌથી ટોચ પરનાં ચૌમુખ મુખ્‍ય છે

 આ પર્વતીય માળામાં હિન્‍દુ ધર્મના દેવી-દેવતાઓના મંદિરો પછી આવે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો