Heading 1
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં જાફરાબાદી ભેંસોનો તબેલો છે
ઢાંકણ ગામના કિરણભાઈ પાસે 75 જેટલી નાની-મોટી ભેંસો છે
જેમાંથી 18 જેટલી દુધાળી ભેંસ છે, આ ભેંસ લાંબા સમય સુધી દૂધ આપે છે
જાફરાબાદી ભેંસની ફેટની ગુણવત્તા ખૂબ જ સારી મળી રહે છે
તેઓ દ્વારા સવારે અને સાંજે 150 લિટર જેટલું દૂધ ડેરીમાં ભરવામાં આવે છે
જાફરાબાદી ભેંસનું દૂધ ડેરીમાં ભરવાથી તેઓને આઠ ફેટ મળી રહે છે
આ તબેલામાં 10થી12 જેટલા લોકો રોજમદારી મેળવી રહ્યા છે
જાફરાબાદી ભેંસને 10 કિલો સુકોચારો અને 20/25 કિલો લીલો ચારો અને ચારોલુ 4/5 કિલો ખોળ ટોપરું સવાર સાંજ બે ટાઈમ આપવામાં આવે છે
જાફરાબાદી ભેંસની કિંમત આશરે 1,00,000 થી ₹1,50,000 સુધીની હોય છે
જાફરાબાદી ભેંસોનું ઉત્પત્તિ સ્થાન સૌરાષ્ટ્રમાં આવેલુ ગીરનું જંગલ છે
અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ નામના ગામ ઉપરથી આ ઓલાદનું નામ જાફરાબાદી ઓલાદ પડ્યું છે
જાફરાબાદી ભેંસને કાઠીયાવાડી તથા સોરઠીના નામે પણ લોકો સંબોધે છે
આ ભેંસ જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે
આ ભેંસો એક વેતરમાં 320-350 વૈતરાઉ દિવસોમાં સરેરાશ 2000-2100 લીટર જેટલું દૂધ આપે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો