કચ્છની પ્રાચીન ખરડ હસ્તકલા
કચ્છ જિલ્લો કારીગરીનો ગઢ કહેવાય છે
કારણકે, અહીં લુપ્ત થતી કળાઓને ટકાવી રાખનાર કારીગરો આજે પણ કારીગરી કરે છે
ભરતકામ, રોગાન, લાખ જેવી કલાઓ અહીં સચવાયેલી છે
તેના કારણે જે આજે આ કળા અને દેશ-વિદેશમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ છે
કચ્છના એક ખૂણે આજે પણ અમુક કારીગરો એક પ્રાચીન અને દુર્લભ એવી ખરડ ધરી હસ્તકલાને સાચવી રાખી છે
કહેવાય છે કે, જ્યારથી મનુષ્યો અને પશુઓ વચ્ચે સંબંધ બંધાયા છે, ત્યારથી આ કલા અસ્તિત્વમાં છે
પરંતુ, આજે એવી સ્થિતી આવી છે કે કચ્છનાં લોકો પણ આ કળાથી અજાણ છે
સદીઓથી ખેતી અને પશુપાલન પર નભતા કચ્છ અને સિંધ પ્રદેશમાં કારીગરો આ ખરડ કળા કરે છે
આ કળાથી ઊંટ પર સમાન લઈ જવાની ખુર્જણી, ખેતરથી તૈયાર પાક લઈ જવા માટેની છાંટ અને ઘાસચારો રાખવા માટે જાલંગ બનાવતા હતા
તેમજ રાજમહેલમાં પાથરવા માટેની ધરી પણ આ કારીગરો ઊંટ અને બકરાના વાળમાંથી બનાવતા હતા
ધરીનો અર્થ થાય છે કાર્પેટ જેને કાલીન પણ કહેવાય છે
આ ધરી રાજમહેલ ઉપરાંત સામાન્ય લોકોના ઘરે પણ શુભ પ્રસંગો પર મહેમાનોને બેસવા માટે ઉપયોગમાં લેવાતી હતી
જમીન પર બેસવાનો જમાનો ભલે જતો રહ્યો, પરંતુ કચ્છમાં આજે પણ અમુક કારીગરોએ આ સદીઓ જૂની કલાને જીવંત રાખી છે
કચ્છના લેર ગામ પહેલા આવતા શિણાઇ નગરમાં રહેતા કારીગર તેજસિંહ મારવાડાએ આ વિશે વાત કરી હતી
તેમણે જણાવ્યુ કે, તેમને પોતાના પહેલાની દસ પેઢીઓના નામ યાદ છે જે બધા આ ખરડ કલા સાથે સંકળાયેલા હતા
આ કલા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી ચાર લાકડાના બાંબુ વડે હાથશાળ બનાવી તેના પર વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે
સમયની સાથે ઊંટની જગ્યા સ્કૂટર અને મોટરગાડીઓએ લઈ લેતા ખુર્જણી, છાંટ અને જાલંગની જરૂરિયાત વિસરતી ગઈ
જે કારણે આ હસ્તકલા પણ લુપ્ત થવાના આરે પહોંચી આવી હતી
પરંતુ આ ખમીરવંતી કારીગરોએ પોતાની કલાને ટકાવી રાખવા ધરી બનાવવાનું ચાલુ રાખ્યું
આજે તેમની બનાવેલી ધરીઓને અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પણ એનાયત થયા છે
તેજસિંહભાઈને પણ આ ખરડ કલા માટે રાષ્ટ્રીય પુરસ્કાર અને સંત કબીર પુરસ્કાર પણ મળેલા છે
કારીગરે જણાવ્યું કે, મારા દાદાજી પણ ખુર્જણી, છાંટ અને જાલંગ બનાવતા હતા
એ બધી વસ્તુઓની જરૂરિયાત પૂરી થતાં આ કલા થોડા સમય માટે લુપ્ત થઈ હતી
પરંતુ અમે આ કલાને જીવંત રાખવા ધરી બનાવવાનું ચાલુ રાખ્યું હતું
સમયની સાથે ખરડ કલા વડે બનતી ધરીમાં પણ અનેક બદલાવો આવી ગયા છે
લોકોને હવે ધરી પર વિવિધ રંગોની ડિઝાઇન જોઈએ છે ત્યારે અગાઉ ઊંટ અને બકરાના વાળમાંથી બનતી ધરીને બદલે હવે કારીગરો ઊંટમાંથી ધરી બનાવે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો