માધવપુરનો માંડવો,
આવી યાદવ કુળની જાન

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનું માધવપુર અને 3000 કિમી દૂર ઉત્તર પૂર્વના રાજ્યનો અનેરો નાતો છે

જેનું કારણ છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીનો વિવાહ

પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન પોરબંદર નજીક માધવપુરમાં થયા હતાં

આ વિવાહની યાદમાં વર્ષો-યુગોથી માધવપુર ઘેડમાં પાંચ દિવસનો મેળો ભરાય છે

મેળામાં ઉત્તર-પૂર્વના અગ્રણીઓ અને કલાકારો માધવપુરમાં આવીને કળા-કૌશલ્ય અને વિચારોનું આદાન-પ્રદાન કરે છે

માધવપુરનો મેળો રામનવમી ચૈત્ર સુદ નોમથી શરુ થાય છે 

ભગવાનના લગ્ન ચૈત્ર સુદ બારસના રાત્રીએ લગ્ન થયાં હતાં

એટલે માધવરાય મધુવનમાં રાતવાસો કરે છે અને તેરસના દિવસે રુક્ષ્મણી સાથે નગર યાત્રા કરી નીજ મંદિર પધરામણી કરે છે

ભગવાનની પરણીને આવતી જાન જોવા ભાવિ ભક્તોનો મેળાવડો જામે છે

મધુવન જ નહીં પણ માધવપુરની બજારો-ગલીઓ પણ અબીલ ગુલાલની છોળોથી ઉભરાઈ જાય છે

આ રીતે માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો