પોતાના વાળથી બનાવી સિંગરની પેઇન્ટિંગ
દરેક લોકોમાં કોઈને કોઈ કળા રહેલી હોય છે
ત્યારે રાજકોટમાં એક યુવાને પોતાની અનોખી કળાનું પ્રદર્શન કર્યુ છે
તેણે પોતાના જ વાળ કાપી સિંગર દર્શન રાવલનું પેઇન્ટિંગ બનાવ્યુ છે
રાજકોટમાં દર્શન રાવલનો શો થવાનો હતો અને તે દર્શન રાવલનો ફેન છે
ત્યારે તેણે દર્શન રાવલને પોતાના જ વાળમાંથી દર્શન રાવલનું પેઇન્ટિંગ બનાવવાનું વિચાર્યુ
આ પ્રકારનું આર્ટ રાજકોટમાં પહેલીવાર થયું છે, આ પેઇન્ટિંગ માટે 3 દિવસનો સમય લાગ્યો હતો
જોકે, કમનસીબે રાજકોટમાં તે દર્શન રાવલને આ પેઇન્ટિંગ આપી શક્યો નહતો
જ્યારે તેને ખબર પડી કે દર્શન ઈમ્પિરિયલ હોટેલમાં રોકાયો છે તો તે ત્યાં આ પેઇન્ટિંગ આપવા પહોંચ્યો
પરંતુ સખત ભીડ હોવાથી શક્ય બન્યુ નહીં, ત્યારબાદ શોમાં પણ એ મોકો મળી શક્યો નહીં
તેથી તેણે દર્શન પરત ફર્યો ત્યારે હોટેલમાં ફરી આ પેઇન્ટિંગ આપવાનો પ્રયત્ન કર્યો
પણ, તે શક્ય બન્યુ નહીં, તેથી તેણે બોડિગાર્ડને આ સમગ્ર બાબત જણાવી
ત્યારે બોડીગાર્ડના આંખોમાંથી આંસુ આવી ગયા અને તેણે વચન આપ્યુ કે થોડા સમયમાં અમદાવાદમાં પણ શો છે
ત્યાં તમે દર્શનને પણ આ પેઇન્ટિંગ આપાવી દેશે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો