શ્વેત ક્રાંતિની શરુઆત બાદ પશુપાલન વ્યવસાય તરીકે ઉભરી આવ્યુ છે
કૃષિ ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતો પણ પશુપાલન વ્યવસાય કરી રોજિંદા આવક મેળવતા થયા છે
આણંદના એક ડબલ ગ્રેજ્યુએટ મહિલા છેલ્લા છ વર્ષથી આ વ્યવસાયના માધ્યમથી લાખોની કમાણી કરી રહ્યા છે
પારુલબહેન છેલ્લા 6 વર્ષથી વધારે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે
સારસા નગરીથી થોડે દૂર ખેતરોની વચ્ચે એક ગાયનો તબેલા કાર્યરત છે
જ્યાં પારુલબહેન 120 જેટલી ગાયોની દેખભાળ અને નિભાવણી કરી રહ્યા છે
પારુલબહેને વ્યવસાયે શિક્ષિકા હતાં, પરંતુ પિતાની તબિયત સારી ના રહેતી હોવાથી રજાના પ્રશ્ન થયાં
જેથી તેમણે નોકરી છોડી દીઘી અને પિતાની સેવા કરી
પારુલબહેન રોજનું 400 લિટર દૂધ અમૂલ ડેરીમાં જમા કરાવે છે
રોજનું 400 લિટર જેટલું દૂધ જમા કરાવી તેઓ વાર્ષિક લાખોની આવક મેળવી રહ્યા છે
નોકરીની માયા મૂકી પારૂલબેન આજે મહિલાઓ માટે આ વ્યવસાય થકી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો