આ છે ગુજરાતી ફિલ્મોના 'રાજામૌલી'
ભાવનગરના જશવંતભાઈ લેખક, કવિ, દિગદર્શક તેમજ ફિલ્મ પ્રોડ્યુસર છે
તેમણે મલ્ટી ટાસ્કર તરીકે પ્રખ્યાત છે, કારણકે તેમણે હીરા પણ ઘસ્યા, ગાય-ભેંસ પણ ચરાવી, તેમજ હીરાનું કારખાનું પણ ચલાવ્યુ
હીરાના કારખાનામાં નુકસાની થતી તેમજ અંદરનો કલાકાર પણ કીડો ઉછાળા મારતો હતો
તેઓએ માત્ર 11 વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરુ કરી દીધું હતું
જશવંત ગાંગાણીએ કહ્યુ કે અમારા ખાનદાનમાં કોઇને પણ લખવાનો શોખ નહોતો, પરંતુ તેમને વાંચવા-લખવાનો ખૂબ શોખ
જશવંત ગાંગાણીએ અત્યાર સુધીમા અનેક ફિલ્મોની સ્ટોરી અને ગીતો લખ્યા છે
1999માં તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ “ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન”ની સ્થાપના કરી
ત્યારબાદ લગભગ તેમની તમામ ફિલ્મો સફળ રહી છે
જેમાં 'મન સાયબાની મેડીએ' અને 'મૈયરમાં મનડું નથી લાગતું' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે
જશવંત ગાંગણીની આગામી દિવસોમાં એક ફિલ્મ આવી રહી છે 'માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ'
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો