બનાસકાંઠાની બનાસનદીના તટ પર વસેલું મહાદેવિયા ગામ

આ ગામનું નામ ત્યાં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું

વર્ષો પહેલા ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું 

અહિંયા મહાદેવનાં મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું

મહાદેવિયા ગામમાં આવેલું  સોનેશ્વર મહાદેવનું મંદીર 400 વર્ષ જૂનું છે

સદીઓ પહેલા અહી સાધુ સંતો ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં અને ગ્રંથોના અધ્યાય કરતા

આ અધ્યાય પૂરા થતાં સંતો ગ્રંથમાં પીપળનું પાન મુક્તા હતા

એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું

શિવરાત્રી અને શ્રાવણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે

આ મંદીરમાં મહાદેવને મીઠું, ગોળ અને રીંગણ ચઢાવવામાં આવે છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો