Cannes Film Festival માં ગુજરાતી એક્ટ્રેસનો જલવો!

ફ્રાન્સ ખાતે 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવ યોજાયો છે

જેમાં ભારતના ઘણા જાણીતા અભિનેતા-અભિનેત્રીઓએ ભાગ લીધો છે

ત્યારે મૂળ કચ્છની કોમલ ઠક્કરે આ 76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત બીજીવાર ભાગ લીધો હતો

સતત બીજા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ ગુજરાતી સિનેમાને ગૌરવ અપાવ્યું છે

1946માં શરૂ થયેલો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દુનિયાનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ માનવામાં આવે છે

દર વર્ષે યોજાતા આ ફિલ્મ ફેસ્ટિવલમાં ડોક્યુમેન્ટ્રી સહિત દરેક શૈલીની ફિલ્મ દર્શાવવામાં આવે છે

અને ફક્ત આમંત્રિત અભિનેતાઓને આ ફિલ્મ ફેસ્ટિવલમાં શામેલ થવાનો મોકો મળે છે

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓ સાથે મૂળ કચ્છની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કરનારી એકમાત્ર ગુજરાતી અભિનેત્રી હતી

75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભાગ લીધા બાદ આ વર્ષે 76મા કાન્સ ફેસ્ટિવલમાં પણ કોમલ ઠક્કરે ભાગ લઈ ગુજરાતી સિનેમાને આંતરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું હતું

કોમલ ઠક્કર મૂળ કચ્છ જિલ્લાના ગાંધીધામની છે. મોડેલિંગ ક્ષેત્રે કારકિર્દી શરૂ કર્યા બાદ કોમલે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું

ભડનો દીકરો, હમીર અને બેવફા સનમ તારી બહુ મહેરબાની ફિલ્મોથી કોમલ ઠક્કર પ્રસિદ્ધ બની હતી

ગુજરાતી ઉપરાંત હિન્દી ફિલ્મ માય ફાધર ઇકબાલ અને સી.આઇ.ડી. તેમજ ક્રાઇમ પેટ્રોલ સહિત અનેક સિરિયલમાં પણ અભિનય કર્યું છે

76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલ કોમલ ઠક્કરના ગાઉને પણ તેના ચાહકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે

આ ગાઉન ઇસ્તંબુલ તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઇન કર્યો છે

જ્યારે ઘરેણાં લંડનની મોના ફાઇન જ્વેલરી દ્વારા બનાવવામાં આવ્યા છે, તો બીજો એક અલગ લૂક ભારતીય ડિઝાઇનર નિકેતા ઠક્કર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે

કોમલ ઠક્કરની નિર્વિવાદ પ્રતિભા અને મનમોહક ઓન-સ્ક્રીન હાજરીએ તેને આંતરરાષ્ટ્રીય સ્પોટલાઈટમાં પ્રેરિત કરી

તેણે મનોરંજન ઉદ્યોગમાં એક પ્રચંડ શક્તિ તરીકે સ્થાપિત કરી

કાન્સમાં તેની અસાધારણ યાત્રા વિશ્વભરના મહત્વાકાંક્ષી અભિનેતાઓ, અભિનેત્રીઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે પ્રેરણારૂપ છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો