આ પદ્ધતિથી કરશો ખેતી, તો મળશે બમણું ઉત્પાદન!
જૂનાગઢનાં વડાલમાં હિતેશભાઈ દોમડીયા છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે
તેમને વારસમાં ખેતીનો વ્યવસાય મળ્યો ત્યારે રાસાયણિક રીતે ખેતી કરતા
પરંતુ, રાસાયણિક ખેતીમાં તેમને વધારે ખોટ જતી હતી
તેથી, તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરુઆત કરી હતી
હિતેશભાઈએ 6 વિઘામાં કેળનું વાવેતર કર્યુ છે
કેળના વાવેતરની અલગ પદ્ધતિ તેમની ઓળખ બની છે
સામાન્ય રીતે કેળા આવ્યા બાદ કેળમાં સુકારો આવતો હોય છે
પરંતુ, હિતેશભાઈએ કેળની બાજુમાં કેળનું વાવેતર કર્યુ, જેથી ખેતર ખાલી રહેતું નથઈ અને કેળાના ઉત્પાદનનું ચક્ર ફરતું રહે છે
આ ખેડૂત પાસે હાલ 10 ગાય છે અને તેના નિભાવ સાથે છાણના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે
તેઓ 200 લીટરના બેરલમાં 10 કિલો ગાયનું છાણ , 10 કિલો ગૌમુત્ર, તેની સાથે કોઈપણ વડની નીચેની માટી , એક કિલો ગોળ બેરલમાં નાખી અને તેનું જીવામૃત બનાવે છે
જીવામૃત બનાવી તેઓ બીજામૃતને પટ મારી અને બીજ વાવવા માટે આચ્છાદન કરી અને મલચીંગ કરે છે
જેનાથી જમીનમાં બેક્ટેરિયા અને અળસિયા બને છે
અને તેનાથી જમીનમાં ખૂબ જ સારો ફાયદો થતો જોવા મળે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો