ભક્તોના દુઃખ, દર્દ હરે છે વરુડી માતા!

નર્મદા કિનારે હજારો મંદિરો તેમજ આશ્રમો આવેલા છે

ભરુચના હાંસોટ તાલુકાના કતપોર ગામની સીમમાં પ્રાચીન વરુડી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે

લોકવાયકા મુજબ સામોર ગામમાંથી ખોડીયાર માતા પદયાત્રા ખેડી ગામની સીમમાં આવ્યા હતાં

તેમજ, નર્મદા નદીના સંગમ સ્થાન ખાતે સ્થાપિત થયા હતાં

વરૂડી ખોડિયાર માતાજીના મંદિરે ભક્તોના દુઃખ, દર્દ દૂર થતાં હોવાની માન્યતા છે

દર રવિવાર,મંગળવાર અને ગુરુવારે માતાજી દર્શન માત્રથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે

દર ખોડિયાર જયંતીના રોજ હજારો માઈ ભક્તો આ સ્થળે દર્શન માટે ઉમટે છે

આ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી માતાજીના આશીર્વાદ મેળવે છે

મંદિરના આયોજકો દ્વારા હજારો માઈ ભક્તો માટે ભંડારો કરી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો