હવે રમત રમવા જેટલું સરળ લાગશે ગણિત
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો લાગતો હોય છે
કલોલનાં ગોગીપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વેસ્ટ વસ્તુમાંથી અનોખી સાપસીડી બનાવી છે
આ નવતર પ્રયોગ માટે સર ફાઉન્ડેશન, મહારાષ્ટ્ર અને આઈઆઈએમ, અમદાવાદ દ્વારા અંકિતાબેન પટેલને ઈનોવેટિવ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો છે
આ શિક્ષિકાએ માત્ર ગણિત જ નહી, પરંતુ પર્યાવરણ જેવા વિષયને પણ સાપસીડી, વેપાર, લુડો જેવી રમતો સાથે જોડ્યા છે
અંકિતાબેન ગોવિંદભાઈ પટેલ મૂળ વડનગરના વતની છે. તેમના પિતા સામાન્ય નોકરી અને માતા ઘરકામ કરતા હતા
જ્યારે તે નાના હતા ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી
જેમ તેમ કરીને તેમણે પી.ટી.સી. નો અભ્યાસ કર્યો અને 1998 માં ગાંધીનગર નોકરીની શરૂઆત કરી હતી
બાદમાં બદલી થતા હાલમાં તેઓ કલોલમાં આવેલી ગોગાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે
આ શિક્ષિકાએ અભ્યાસક્રમમાં આવતા દરેક દાખલા, એકડા સહિતના અન્ય વિષયને વેસ્ટ વસ્તુઓમાંથી સાપસીડી બનાવીને દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે
સાથે વિષય આધારિત મોટી સાપસીડી પણ બનાવવામાં આવે છે
તેમાં બાળકોને બેસાડીને સાપસીડીના માધ્યમથી બાળકોને શિક્ષણ આપે છે
ગોગાપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા અંકિતાબેન પટેલ સાથે વાત કરતા જણાવ્યું કે કોઈ પણ વિષય અઘરો નથી હોતો
જો દરેક વિષયોને વિવિધ પ્રવૃત્તિઓ, ચાર્ટ, સ્ટોરી, ગમ્મત દ્વારા ભણાવવામાં આવે તો તેને બાળકો સરળતાથી સમજી શકે છે
જેમ કે સાપસીડીની મદદથી ગણિતના દરેક પ્રકરણને સમજાવવાથી વિદ્યાર્થીઓ ઝડપથી સમજી શકે છે
તથા વિદ્યાર્થીઓને ગણિત વિષય ભણવામાં રસ અને રુચિ પણ કહેવાય છે
આ સાથે વિદ્યાર્થીઓમાં ગણિત વિષયનો ડર પણ દુર થાય છે
અમે અમારી શાળાના વિદ્યાર્થીઓને ગણિત ભણાવવા માટે સાપસીડી સહિતની રમતો બનાવી છે
તેનો ઉપયોગ રાજ્યના અન્ય શિક્ષકો કરી શકે તે માટે અત્યાર સુધીમાં રાજ્યભરના 500 જેટલા શિક્ષકોને આની જાણકારી આપી છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો