તમે પણ મેળવી શકો છો બમણી આવક!

મહેસાણાનાં ખેરવા ગામમાં ખેડૂત મુકેશભાઈએ નવો અખતરો કર્યો છે

તેમણે પારંપારિક ખેતી છોડીને પપૈયાની ખેતી કરવાનું શરુ કર્યુ છે

મુકેશભાઈ છેલ્લા 2 વર્ષથી પપૈયાની સફળ ખેતી કરી રહ્યા છે

આ પહેલા મુકેશભાઈ પારંપારિક ખેતી કરતા પણ હવે તેઓ બાગાયતી ખેતી તરફ વળ્યા છે

તેમણે 10 વીઘામાં પપૈયાની ખેતી કરી અને હાલ બમણી આવક મેળવી રહ્યા છે

ખેડૂતે જણાવ્યુ કે, પપૈયાનો વિકાસ થતો હોય ત્યારે 15 દિવસ તેને પાણી જોઈએ છે

પપૈયાના છોડનો વિકાસ થયાં બાદ તેને પાણીની ઓછી જરુર પડે છે

તેમજ શરૂઆતમાં છાણિયું ખાતર, ડીએપી અને એનપીકે ખાતર આપવામાં આવ્યું હતુ

પપૈયાનાં પાકમાં બીજા કરતા ઓછી માવજત કરવી પડે છે

મુકેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પપૈયાની ખેતી કરે છે અને છોડમાંથી 3થી4 મણ પપૈયા ઉતરે છે

સિઝનમાં તેનો ભાવ પણ સારો મળે છે, તેમજ ખર્ચ બાદ કરતા તેમાંથી બમણી આવક મળે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો