Heading 1

કોરોનાના કપરા કાળ દરમિયાન ઘણા લોકોએ પોતાની રોજગારી ગુમાવી હતી

છતાં, ઘણા લોકોએ પોતાની જાતમહેનતથી રોજગારી ઉભી પણ કરી હતી

તેમાંથી એક મહેસાણાના અતિનભાઈ પણ હતાં જેમણે હિંમતથી કામ લીઘું હતું

પોતાની નોકરી ગુમાવતા તેમણે ઘરે પોતાનું ડેરી ફાર્મ શરુ કર્યુ હતું

વર્ષ 2020માં અકિનભાઈ પચેલે 2 ભેંસો લાવી ડેરી ફાર્મિંગનો ધંધો શરુ કર્યો હતો

આજે જકુબા ડેરી ફાર્મમાં કુલ 32 ભેંસો અને બે ગાયો છે, જેમાં તેમના ઘરના 12 સભ્યો કામ કરે છે

તેઓ રોજનું 200 લીટર દૂધ જૂદાં-જૂદાં ભાગોમાં વેચે છે 

આ સાથે તેમને ફરી મળેલી પોતાની એન્જિનિયરની નોકરી પણ કરી રહ્યા છે

અતિન ભાઈ અને તેમના ઘરના સભ્યો દ્વારા એકદમ અલગ જ કોન્સેપ્ટ શરૂ કર્યો છે

 જેમાં દૂધના વિતરણ માટે એટીએમ મશીન જેવું મશીન તૈયાર કરવામાં આવ્યુ છે

જે સિમ્પલ ડેરી ફાર્મ નામની એપ્લિકેશનથી ચાલે છે, જેનું એક્સેસ ગ્રાહક પાસે પણ છે

જેમાં નિર્ધારિત લિટર દૂધની માહિતી એમાં ફિલ્ડ હોય છે અને તેના દ્વારા એમના રોજના ભાગનું નિર્ધારિત દૂધ એમને મળી રહે છે

જેથી દૂધમાં કોઈપણ જાતની ભેળસેળ થતી નથી અને લાવવા લઈ જનાર પણ એ દૂધ સાથે કોઈપણ ચેડા કરી શકતા નથી

ગાય અને ભેંસના છાણ-મૂત્ર ને પણ તેઓ વેસ્ટ કરતા નથી તેઓએ પોતાનો એક ગોબરગેસ પ્લાન્ટ ઉભો કર્યો છે

જેનાથી તેઓ જૈવિક ખાતર બનાવી માર્કેટમાં વેચે છે અને સારો નફો કમાય છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો