શિયાળો શરુ થાય એટલે ગુજરાતની સ્પેશ્ય વાનગી ઉંધિયું બનાવવાનું શરુ થઈ જાય છે

ગુજરાતમાં દરેક જગ્યાએ અલગ-અલગ રીતે ઉંધિયું બનતું હોય છે

ક્યાંક લીલું ઉંધિયું તો ક્યાંક મસાલાવાળું તીખું તમતમતુ ઉંધિયુ

હાલ, કચ્છમાં ઉંધિયું ખાવાની એક નવી રીત ચલણમાં આવી છે

પાવમાં ગરમ ઉંધિયું ભરી લોકો ટેસથી ઉંધિયા પાવ અથવા ઉંધિયા દાબેલીની મજા માણે છે

દાયકાઓ પહેલા કચ્છના માંડવીમાં ધંધાર્થીઓએ પાવમાં બટાકાં ભરી દાબેલીની શરુઆત કરી હતી

હવે આ પ્રદેશના ઘંઘાર્થીઓએ પાવમાં ઉંધિયું ભરી ઉંધિયા પાવ બનાવવાનું શરુ કર્યુ છે

હાલ, આનું ચલણ એટલું વધ્યુ કે લોકો રવિવારે જલેબી-ફાફડાને બદલે ઉંધિયા પાવ ખાવા આવે છે

હાલ કચ્છમાં પ્રવાસન સિઝન ચાલે છે તેથી પ્રવાસીઓ પણ આ ઉંધિયા પાવનો સ્વાદ માણી રહ્યા છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો