અમૂલ દ્વારા કેસર ફ્લેવરમાં અમૂલ કુલ ફ્લેવર્ડ મિલ્ક લોન્ચ કરવામાં આવ્યુ છે

જેનો સીધો ફાયદો હજારો કચ્છના ઊંટ ઉછેરકોને થશે

કચ્છ જિલ્લામાં કેમલ મિલ્કનો આજે નવો અધ્યાય શરુ થયો છે

જેમાં પોતાના નવીન ઉત્પાદનો થકી 36 લાખ પશુપાલકોની સંસ્થાએ નવતર પ્રયોગ કર્યો

ઊંટડીના દૂધનું કેસર ફ્લેવરમાં અમૂલ કુલ ફ્લેવર્ડ કેમલ મિલ્ક લોન્ચ કરાયું છે

હાલ ફ્લેવર્ડ કેમલ મિલ્ક પ્રોડક્ટમાં કેસર કેમલ મિલ્ક લોન્ચ કરવામાં આવ્યુ છે

જે ગ્રાહકોને સામાન્ય બજારો અને અમૂલ પાર્લરમાંથી ગ્રાહકોને મળી રહેશે

આ અગાઉ અમૂલે કેમલ મિલ્ક ચોકોલેટ, પાવડર દૂધ લોન્ચ કરવામાં આવ્યુ હતું

કેમલ મિલ્ક એ સરહદ ડેરી અને અમૂલને પૂરા ભારતમાં નવીન ઓળખ અપાવી છે

સરહદ ડેરી દ્વારા ગત વર્ષે 51 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી એવરેજ 3700 લિટર દૂધ કલેક્શન કરી અને પશુપાલકોને રૂ. 7 કરોડનું ચૂકવણું કર્યુ

જેમાં ચાલુ વર્ષ દૈનિક એવરેજ દૂધ કલેક્શનમાં વધારો થઈ અને 4400 લિટર થયો છે

ઊંટ ઉછેરકોનું જીવન સ્થાયી બન્યું છે અને આર્થિક અને સામાજિક રીતે વિકાસ થઈ રહ્યો છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો