ભુજના હ્રદય સમા હમીરસર તળાવને ડેવલપ કરવામાં આવી રહ્યુ છે
સાથે ત્યાં આઈ લવ ભુજ સેલ્ફી પોઇન્ટ બનાવવાનો પ્રોજક્ટ પણ શરુ કરાયો છે
જોકે, આ સેલ્ફી પોઇન્ટ હમીરસર તળાવની આવ પર બની રહ્યુ છે
તેથી આવ અવરોધશે અને પાણી તળાવ સુધી પહોંચશે નહીં
તેવા મુદ્દાઓ સાથે ભુજથી જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે
પાણી ભરેલો તળાવ ભુજના લોકોની આંખો અને મનને ટાઢક આપે છે
પરંતુ, આ તળાવનું પાણી ઘટી જશે તે ભય શહેરના જાગૃત નાગરિકોને સતાવે છે
ભુજ નગર પાલિકા દ્વારા બનાવવામાં આવતો સેલ્ફી પોઇન્ટ પાણીને અવરોધશે અને પાણીનું પર્યાપ્ત વહેણ થશે નહીં
હાઇકોર્ટ દ્વારા તળાવ અને તેના આસપાસ બાંધકામ ન કરવા હુકમ કર્યો હતો
સમિતિનો આક્ષેપ છે કે સેલ્ફી પોઇન્ટ હાઇકોર્ટના આ હુકમનો ભંગ કરી રહી છે
જોકે, નગરપાલિકાના પ્રમુખે આ આક્ષેપને ફગાવી કહ્યુ કે, તળાવની આવમાં કોઈ ફેરફાર થવાનો નથી
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો