ના હોય! કચ્છમાં ઉગ્યા થાઇલેન્ડના જામફળ

કચ્છી ખેડૂતો બાગાયતી ખેતીમાં અવનવા પ્રયોગો કરતા રહે છે

બાગાયતી ખેતી થકી કચ્છી ખેડૂતોને જામફળની ખેતીમાં સફળતા મળી હતી

ત્યારબાદ હવે તેઓ તાઇવાની ગુલાબી જામફળની ખેતી કરી રહ્યા છે

જામફળની દરેક પ્રજાતિમાં સૌથી વધારે મીઠાશ ધરાવતી આ લાલ જામફળને ખેડૂતોએ આશાપુરા રેડ નામ આપ્યુ છે

આ જામફળના અન્ય કરતા બે થી ત્રણ ગણા ભાવ મળી રહ્યા છે

કચ્છમાં જામફળની ખેતી અનુકુળ આવતા ખેડૂતો નવતર પ્રયોગ કરી રહ્યા છે

હવે ખેડૂતે દેશી જામફળ સાથે, તાઈવાની ગુલાબી જામફળ, થાઇલેન્ડના સફેદ જામફળ અને વીએતના જામફળની ખેતી પણ થઈ રહી છે

કચ્છના એક પ્રગતિશીલ ખેડૂતે થાઇલેન્ડ જઈ ત્યાંની ખેતી જોઈ હતી

આ ખેડૂત આ લાલ જામફળને પોતાની સાથે લઈને આવ્યા હતાં

અને પોતાની વાડીએ તેનો ઉછેર કરી પાંચ હજાર રોપા વાવ્યા 

આ પાંચ હજાર રોપામાં હાલ 72 હજાર જેટલા ફળ ફૂટી આવ્યા હતાં

તેમજ, બીજા રાઉન્ડમાં 80 હજારથી વધારે ફળ ફૂટવાની શરુઆત થઈ ગઈ છે

અન્ય જામફળ 15થી50 પ્રતિ કિલોના ભાવે વેચાતા હોય છે

ત્યારે આ જામફળના પ્રતિ કિલો 60થી100 સુધીનો ભાવ મળે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો