Heading 1

પાકમાં જીવાત પડે તો કરો આ પ્રાકૃતિક ઉપાય

ખેડૂતો માટે પાકને નુકસાન પહોંચાડતા જીવાત તેમના સૌથી મોટા દુશ્મન છે

મોટા ભાગના ખેડૂતો તેને દૂર કરવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે

જોકે, પ્રકૃતિ પાસે તેનો પણ ઉપાય છે, જે કચ્છી ખેડૂતે પોતાની ખેતીથી જણાવ્યુ છે

કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરતી સંસ્થા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટે જીવાતને દૂર કરવા રાખનો ઉપયોગ કર્યો છે

તેમણે વાવેલા રીંગણા અને ટામેટાના પાંદડામાં જીવાત થતા જોઈ 

ત્યારબાદ તેમણે પાંદડા પર રાખનો ઉપયોગ કર્યો અને તે જીવાત ફળ સુધી પહોંચતા અટકી ગઈ

રાખમાં કેલ્શિયમ અને પોટેશીયમ જેવા પોષક તત્વો તો હોય જ છે

સાથે-સાથે રાખનો કરકરો સ્વભાવ પોચી ચામડીવાળા ચુસીયા પ્રકારના જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી છે

રાખનો ઉપયોગ પાક ઉપર તથા થડની આસપાસ માટી પર છંટકાવ કરીને કરી શકાય છે

પ્રાકૃતિક ખેતીમાં હવે રણપ્રદેશ કહેવાતું કચ્છ પણ પ્રગતિ કરી રહ્યુ છે

આ સંસ્થા પ્રાકૃતિક ખેતીમાં આવતી અડચણનો પણ પ્રાકૃતિક નિદાન શોધવાનો પ્રયત્ન કરે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો