સૌરાષ્ટ્રની મગફળીને મળી ભરુચમાં ખાસ ઓળખ!

મગફળીનું ઉત્પાદન સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં વધારે થાય છે

પરંતુ, તેમાંથી બનતી ખારી સિંગ ભરુચની પ્રખ્યાત છે

તેનું કારણ છે ભરુચના ભાગોળમાંથી વહેતી નર્મદા કિનારેથી મળતી માટી

આ માટીમાંથી સીંગને પકાવવાથી તે સામાન્ય સીંગથી ખાસ બની જાય છે

ભરુચ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન કરવામાં આવતું નથી

મગફળીને સૌરાષ્ટ્રથી આયાત કરવામાં આવે છે, તેમ છતાં ખારી સીંગ ભરુચની જ કહેવાય છે

ભરુચના કારીગરોની કલાએ ખારીસીંગને પ્રખ્યાત બનાવે છે

ભરુચના કારીગરો દ્વારા સીંગદાણાને લાલમાંથી સફેદ બનાવવામાં આવે છે

સૌરાષ્ટ્રમાંથી આવેલી સીંગને નદીની પીળી માટીમાં શેકવામાં આવે છે

ભરુચની ખારીસીંગ દેશ-વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે

હાલ, ખારીસીંગમાં પણ અલગ-અલગ પ્રકારની વેરાઇટી આવી છે

જેમાં, નારીયેળવાળી સીંગ, ચોકલેટ સીંગ, હાજમા સીંગ સહિતની સીંગનો પણ સમાવેશ થાય છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો