હાલારી પ્રજાતિના ગધેડા નામશેષ થવા ભણી છે
હાલારી ગધેડીના દૂધની ઉપયોગીતા ખૂબ જ વધારે હોવાથી લીટરના 200 રુપિયા સુધીના ભાવ મળે છે
ઉપરાંત તેના દૂઘમાંથી બનતો પાવડર પણ 7 હજાર સુધીના ભાવ મળે છે
જોકે, માલધારીઓમાં જાણકારીના અભાવે ગણ્યાગાંઠ્યા લોકો જ ગધેડા રાખે છે
નોંધનીય છે કે, 2018માં ભારત સરકારે હાલારી ગધેડાને દેશના બીજા નંબરની ગધેડાની ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા આપી છે
જામનગર અને દ્વારકા જિલ્લામાં ગધેડાની સંખ્યા માત્ર 448 જ નોંઘાયેલ છે
જો આમ જ ગધેડાની સંખ્યા ઘટી તો આગામી સમયમાં તે નામશેષ થઈ જશે
મહત્વનું છે કે ગધેડીના દૂધની ભારતમાં કોઈ મોટી માંગ નથી
થોડા ઘણા અંશે કોસ્મેટિક પ્રોડક્ટમાં તેનો ઉપયોગ થાય છે
તેમજ ખૂબ જ ઓછા પ્રમાણમાં ગ્રામીણ પંથકમાં આ દૂધ પીવાઈ રહ્યુ છે
બાળકો જ્યારે પાચનના રોગથી બીમાર પડે ત્યારે આ દૂધ પીવડાવવામાં આવે છે
આ દૂધને ખૂબ જ ગુણકારી કહેવામાં આવે છે
બાદમાં લોકોને ગધેડીના દૂધની જાગૃતતા આવતા સૌરાષ્ટ્રમાં ગીર ગાયના અભાવે લોકો ગધેડા ખરીદી રહ્યા છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો