Heading 1

ઘર આંગણે ઉત્તરાયણનો પર્વ આવી પહોંચ્યો છે

ત્યારે, મોટા શહેરોમાં પતંગ, દોરીથી ઘવાતા પક્ષીઓની સંખ્યા પણ વધી રહી છે

આવી સ્થિતી વચ્ચે જામનગરના એક પક્ષીપ્રેમીનું કામ જોઈ તમે પણ ખુશ થઈ જશો

આશિષ માડમ નામના યુવકે પોતાનું આખેઆખું ઘર પક્ષીઓના નામે કરી દીધું છે

આ યુવકે પોતાના ઘરમાં જ આઈસીયુ વોર્ડ ઉભો કરી દીધો છે

જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે

તેમણે પતંગ રસીકોને અનિરોધ કરતા જણાવ્યુ કે ઉત્તરાયણમાં અમુક વાતોની કાળજી રાખો

સવારે પક્ષીના ચણવા જવાના સમયે અને સાંજે પતંગ ના ચગાવવા જોઈએ

આશિષ માડમે અત્યાર સુધીમાં અંદાજિત 2 હજાર જેટલા પક્ષીઓની સારવાર કરાવી છે

જેમાં મોર, બાઝ, કબૂતર, કોયલ, પોપટ, બતક, ટીટોડી, ચકલી, લક્કડખોદ, બગલો, કાગડો જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે

આ સાથે તેમણે કાચબાના બચ્ચાને પણ મોટા કરીને રિલીઝ કર્યા હતાં

આશિષ માડમનું ઘર હાલ પક્ષીઓના કલબલાટથી ગુંજી રહ્યુ છે

આ સાથે તેઓ આ સેવા માટે થતો તમામ ખર્ચ પોતે જ ભોગવે છે

જામનગરવાસી આશિષ માડમની આ સેવાને બિરદાવી રહ્યા છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો