રાજકોટમાં દ્વારકાધીશની અલૌકિક તસવીરોની આર્ટ ગેલેરીનું આયોજન કરાયુ હતું

જેમાં દ્વારકાધીશને અલગ-અલગ અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો છે

અહીં જે તસવીરો બનાવવામાં આવી છે તે દરેકનું મન મોહી લે છે

આ એક્ઝિબિશનનું આયોજન બિંદુબહેન દ્વારા કરવામાં આવ્યુ હતું

પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે આ 51 અલૌકિક તસવીરોનું એક્ઝિબિશન કર્યુ છે

મોટી વાત એ છે કે મહિલાએ જે પેઇન્ટિંગ બનાવી તે બીજે ક્યાંય જોવા મળતી નથી

બિંદુબહેનનું સપનું હતું કે તેમને દ્વારકાધીશ માટે એક્ઝિબિશન કરવું છે

જ્યારે પણ તેઓ દ્વારકા જતાં ત્યારે નિહાળતા અને આ વિશે વિચાર કરતાં

જેથી આ આર્ટ ગેલેરીમાં 51 પેઇન્ટિંગ્સ મુકવામાં આવી છે

એક પણ પેઇન્ટિંગમાં કૉપી વર્ક કરવામાં આવ્યુ નથી અને કોઈ કોમન પણ નથી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો