રેવા કાંઠે 'ગંગા'ની કમાલ! કરી અઢળક કમાણી

ભરુચ જિલ્લાના નર્મદા કાંઠે ટીંડોળાની ખેતી કરવામાં આવે છે

હાલમાં, પણ કેટલાંક ખેડૂતો આ ખેતી સાથે સંકળાયેલા છે

ભરુચના ઝઘડિયામાં ગંગાબહેન પણ છેલ્લા નવ વર્ષથી ટીંડોળાની ખેતી કરે છે

ઉનાળા અને ચોમાસામાં ટીંડોળાની ખેતીમાં વધારે ઉત્પાદન જોવા મળે છે

આ મહિલાએ પતિના સહકારથી ટીંડોળાની ખેતીમાં ઝંપલાવ્યુ છે

તેઓ દોઢ વીઘા જમીનમાં ગિલોડા એટલે ટીંડોળાની ખેતી કરી રહ્યા છે 

175 તાડીયા લાવી 50 હજારના ખર્ચે મંડપ ઊભો કરી દોઢ વીઘા જમીનમાં 800 ગાંઠનું વાવેતર કરે છે

દરેક દિવસના આશરે પાંચ મણનો પાક નીકળે છે

ટીંડોળાના પાકમાં ઓછી મહેનતે તેઓને સારું ઉત્પાદન મળે છે

ટીંડોળાની ખેતીથી સારા ઉત્પાદન સાથે તેઓ અઢળક આવક મેળવે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો