ભરુચના માતરિયા તળાવની થશે કાયાપલટ

ભરુચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ માતરિયા તળાવની પણ કાયાપલટ થશે

હવે માતરિયા તળાવને પણ વન ડે પારિવારિક પીકનીક પોઇન્ટ માટે વિકસાવાઈ રહ્યુ છે

ભરુચ શહેરના મધ્યમાં કુદરતી સૌંદર્યથી લદાયેલ માતરીયા તળાવ આવેલું છે

તળાવ 1.60 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે, જ્યાં વોકિંગ પાથ, ગેઝીબો અને ગાર્ડન બનાવાશે

હાલ, તળાવની આસપાસ રમણીય રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે

આગામી સમયમાં તળાવની આસપાસ નવા આકર્ષણો સાથે સવારે 5થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

રૂપિયા 4 કરોડના ખર્ચે માતરિયા તળાવ ગાર્ડનને ફરતે બાઉન્ડ્રી કરી તેને સલામત કરાશે

સમગ્ર માતરિયા તળાવ પ્રોજેકટમાં 24 કલાક સિક્યોરિટી રહેશે, આખુ ગાર્ડન CCTVથી સજ્જ હશે

એક કરોડના ખર્ચે લાઇટિંગ, ફૂડ કોર્ટ, ટોઇલેટ, ફોરેસ્ટ ટ્રેઇલ, એમ.પી. થિયેટર, બાળકો માટે રમત ગમતના વિવિધ સાધનો,જોગિંગ ટ્રેક, ગાર્ડનીંગ શરુ થશે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો