બંગાળનું ચુરમુર અમદાવાદીઓને દાઢે વળગ્યુ

અમદાવાદીઓ ખાવા-પીવાના ખૂબ જ શોખીન હોય છે

તેથી, અહીં ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ જેવી તમામ સ્ટેટ અને દેશની વાનગી મળી શકે છે

હાલ, અમદાવાદીઓને બંગાળનું સ્ટ્રીટ ફૂડ ચુરમુર ચાટ દાઢે વળગ્યુ છે

ચુરમુરનો શબ્દનો અર્થ છે મોંમા થતો કરકર અવાજ

આ સ્ટ્રીટ ફૂડને ટેસ્ટ કરવા લોકો તલપાપડ થતાં હોય છે

અમદાવાદના પ્રહલાદનગર રોડ પર એક બંગાળી મહિલા તુલી બેનર્જી આ ચાટ વેચી રહી છે

તેઓ ઘણા સમયથી ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે

ત્યારે તેમને ધ્યાન પડ્યુ કે અમદાવાદમાં ફક્ત દુર્ગા પૂજા સમયે જ લોકો બંગાળી વાનગી માણે છે

તેમજ ઓરિજિનલ બંગાળી વાનગી પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે

તેથી, તેમણે બારેમાસ લોકોને ઓથેન્ટિક બંગાળી વાનગી પીરસવાનું નક્કી કર્યુ 

જો તમારે પણ આ ચૂરમુરનો ટેસ્ટ કરવો હોય તો ચૂરમુર, તુલી સ્વીટ એન્ડ સ્નેક્સ, પ્રહલાદનગર રોડ ખાતે પહોંચી જાવ

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો