બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો છે જે અતિ પ્રાચીન અને પૌરાણિક છે

જેમાં બાલારામ પેલેસ વર્ષો જૂનો અનેક ઐતિહાસિક ધરાવતો પેલેસ માનવામાં આવે છે

વર્ષો પહેલા શાંત વાતાવરણમાં પોતાનો સમય પસાર કરવા નવાબે પાલનપુરથી 14 કિમી દૂર જંગલમાં વિશાળ મહેલ બનાવ્યો હતો

આ મહેલને આજે બાલારામ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે

આ પેલેસમાં 'સૂર્યવંશમ' અને 'દિલ હૈ તુમ્હારા' જેવી ફિલ્મોનું શૂટિંગ થયેલું છે

પેલેસની બાજુમાં મહાદેવનું મંદિર આવેલું છે, તેમાંથી શિવલિંગ પર બારેમાસ પાણીનો અભિષેક ચાલુ રહે છે

મહેલની નીચે રાણીને ન્હાવા માટે સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે

બાલારામ પેલેસ 100 વર્ષ જૂનો છે, જેને જાણીતા ઉદ્યોગપતિ હર્ષદ મહેતાએ ખરીદ્યો છે

અને તેમાં ખૂબ જ ખર્ચો કરીને રીનોવેશન પણ કરાવ્યુ છે

આ સાથે એ ન્યુ લવ સ્ટોરી, મોદી સાહેબની CM અને PMની વેબ સિરીઝ, કંગન સિરિયલ, સાથિયા, આમિર, ભોજપુરી ફિલ્મ આવી અનેક ફિલ્મોના શુટિંગ અહી થયું છે

બાલારામ પેલેસમાં જ્યારે સૂર્યવંશમ ફિલ્મનું શુટિંગ થયું ત્યારે આ પેલેસમાં અમિતાભ બચ્ચનનું ઘર બનાવ્યું હતું

 1 મહિના સુધી આ પેલેસમાં શુટિંગ ચાલ્યું હતું, ત્યારથી આ પેલેસની નામના પણ વધી છે

આ પેલેસમાં કુલ 34 જેટલા રૂમ આવેલા છે, જેથી પેલેસને જોવા લોકો દૂર દૂરથી આવે છે

તેમજ વિદેશથી આવતા ફોરેનરો આ સ્થળ જ રોકાણ માટે પસંદ કરતા હોય છે

આ ઉપરાંત બનાસકાંઠાના લોકો પણ મોટી સંખ્યામાં પેલેસની મુલાકાત માટે આવતા હોય છે

બાલારામ પેલેસમાં લગ્નગાળાની સિઝનમાં મેરેજ ફંક્શન પણ યોજાય છે

પ્રતિ વ્યક્તિ દીઠ 300 રૂપિયા એન્ટ્રી ફી છે અને તમે આ પેલેસમાં ફૂડ અથવા તો બ્રેકફાસ્ટ કરો છો તો તેમાં એન્ટ્રી ફીની તમામ રકમ કાપી આપવામાં આવે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો