આણંદના વિદ્યાર્થીઓએ બનાવ્યુ ડ્રેગન ફ્રૂટનું શીખંડ
આણંદ વિદ્યાનગર ખાતે શાસ્ત્રી મેદાનમાં જ્ઞાનોત્સવ ઈવેન્ટ યોજાઈ હતી
જ્યાં ફૂડ એન્ડ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ ડ્રેગન ફૂડમાંથી શીખંડ બનાવી પ્રદર્શિત કર્યુ હતું
પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ શીખંડ બનાવ્યુ હતું
ડ્રેગન ફૂટનો લોકો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે
તેથી વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટને પસંદ કર્યો હતો
જેથી, બજારમાં તેની માંગ વધે અને ખેડૂતોને ખેતીમાં ફાયદો થાય
જો નેચરલ શીખંડ બજારમાં મળે તો તે વધારે વેચાય તેમજ લોકોને પોષક તત્વોનો લાભ મળે
આ શિખંડ બનવાની રીત એક દમ સરળ છેઆ શિખંડ 6 થી સાત કલાક માં ઘરે તૈયાર કરી શકાય છે
જેમાં દહી 2 કિલો લેવામાં આવે છે અને તેને પાણીથી નિતારી લેવાય છે
ગુજરાત પુનઃપ્રાપ્ય અને બિનરપરંપરાગત સંસાધનોનો ઉપયોગ કરી રહ્યુ છે
ત્યારબાદ કોટનના કપડાંમાં તેને 6 કલાક સુધી બાંધી રાખવામાં આવે છે
પછી જે ચક્કા બને તેને બાઉલમાં કાઢી તેમાં આઇસિંગ સુગર ઉમેરવામાં આવે છે
ત્યારબાદ ડ્રેગન ફ્રૂટનો જ્યુસ કાઢી તેમાં દહી અને જ્યૂસ બંને મિક્ષ કરી દેવાનું
પછી, ડીપ ફ્રીઝરમાં મુકવામાં આવે છે અને બની જશે ગુલાબી રંગનો ડ્રેગન ફ્રૂટ શીખંડ
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો