વણેલા ગાંઠિયા એ મોટાભાગના ગુજરાતીઓનો લોકપ્રિય નાસ્તો છે

વણેલા ગાંઠિયા એ કાઠિયાવાડની પ્રખ્યાત ડિશ છે

આ ચણાંના લોટમાંથી બનતી  વાનગી છે જેને મરચાં અને ચટણી સાથે પીરસવામાં આવે છે

કાઠિયાવાડમાં તો સવાર જ ગાંઠિયા અને ચા સાથે થાય છે

ત્યારે હવે અમદાવાદમાં પણ એજ પ્રકાર અને સ્વાદના ગાંઠિયા તમને મળી શકે છે

અમદાવાદના સાયન્સ સીટીમાં હર્ષ સોજીત્રા નામનો યુવાન આ ગાંઠિયા વેચી રહ્યો છે

તેણે 2018માં બી.ટેક. ઈન મેટાલર્જીનો અભ્યાસ ઈન્ડસ યુર્નિવસિટીમાંથી પૂર્ણ કર્યો

ત્યારબાદ 3-4 વર્ષ પ્રાઈવેટ કંપનીમાં એન્જિનિયર અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું

પરંતુ પોતાનો બિઝનેસ શરૂ કરી એક બિઝનેસમેન બનવાની ઘણી ઈચ્છા હતી

એટલે તેણે 2022માં પોતાની નોકરી છોડી દીધી

પિતાને ઉપલેટામાં ફરસાણની દુકાન હતી, જે ધંધાને તેણે આગળ વધારવાનું વિચાર્યુ

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો