સૌરાષ્ટ્રના એક એવા સંત જેને મળ્યુ રાષ્ટ્રીય સંતનું બિરુદ!
ગુજરાત એવી ભૂમિ છે જ્યાં અનેક સંતો થઈ ગયા છે
જેમના નામ માત્રથી પણ મનમાં શાંતિ થઈ જાય છે
એક એવા જ સંત છે જેમને 'રાષ્ટ્રીય સંત'નું બિરુદ મળેલું છે
જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં ખ્યાતિ મળી છે
જેમના લીધે જ ગુજરાતનું બગદાણા ધામ બન્યુ છે
બાપા બજરંગ બધાનાં દુઃખો મટાડતા હોવાની ભક્તોની શ્રદ્ધા છે
જેમને લોકો 'બાપા સીતારામ'ના હુલામણા નામથી પણ ઓળખે છે
ભક્તિરામને માત્ર 11 વર્ષની ઉંમરે ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસે દીક્ષા લઈ સમાધીમાં લીન થઈ ગયાં
પરમતત્વ અને યોગસિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણાં આપવા ગયાં
ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય
ત્યારે ભક્તિરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રહે
ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું 'બજરંગી'
અને કહ્યુ કે જાવ બજરંગી હવે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાની સેવા કરો તમે આખા જગતમાં બજરંગીદાસ તરીકે ઓળખાશો
ત્યારથી ભક્તિરામ આખા જગતમાં 'બાપા બજરંગદાસ' અને 'બાપા સીતારામ'ના નામથી ઓળખાવા લાગ્યાં
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો