પૌરાણિક પરંપરા સાથે બળદગાડામાં આવ્યા વરરાજા
આમ તો લગ્નમાં બેન્ડ બાજા બારાત હોય છે
પરંતુ અમદાવાદના લગ્નમાં ના તો બેન્ડ, ના બાજા કે ના બારાત હતી
આ લગ્નમાં વરરાજા બેઠા હતાં બળદગાડામાં
જી હાં, અમદાવાદમાં વરરાજા બળદગાડામાં સવાર થયેલા જોવા મળ્યા હતાં
વરરાજા જયશીલ પટેલે જણાવ્યુ કે, લગ્નમાં જૂની સંસ્કૃતિ ફરી લાવવા માંગતા હતાં
તેથી, લગ્નમાં માંડવા સુધી જવા માટે તેમણે બળદગાડું ડિઝાઇન કરાવ્યુ હતું
પરિવારે આ સંસ્કૃતિ જાળવી રાખવા તેમજ આગળ વધારવાનું વિચાર્યુ છે
તેમણે જણાવ્યુ કે, આ બળદગાડું હવે તેઓ પોતાના ઘરે જ રાખશે
જે કોઈને પોતાના પ્રસંગ માટે બળદગાડું લઈ જવું હોય એ લઈ જઈ શકશે
બદલામાં જે વળતર મળશે તેમાંથી ગૌ માતાને ઘાસ ખવડાવવા તેનાં રખાવ માટે ઉપયોગમાં લેશું
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો