કચ્છના ખેડૂતે બાગાયત ખેતી ક્ષેત્રે વિક્રમ સર્જ્યો

રેલડી ગામના ખેડૂત હરેશ ઠક્કર દ્વારા વર્ષોથી બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગ

ખેડૂતે એવા ટામેટા ઉગાડયા છે કે, પહેલી નજરે જોનારા લોકો અસમંજસમાં પડી જાય છે

આ માત્ર દેખાવે જ નહીં, પરંતુ આવકમાં પણ ખૂબ સારી છે. 

અન્ય ટામેટા કિલોના ભાવે વેચાય છે, જ્યારે આ ચેરી ટામેટા ગ્રામમાં વેચાઈ રહ્યા છે

આ ટામેટાના ખેડૂતોને પોતાની મરજી મુજબ ભાવ પણ મળી રહ્યા છે

સામાન્ય ટામેટા જેવા જ લાલ રંગના આ ચેરી ટામેટા કદમાં ખુબ નાના હોય છે અને દેશી ટામેટાથી વધારે મીઠા હોય છે

મોટેભાગે સેલેડમાં વપરાતા આ ચેરી ટામેટા ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર હોટેલમાં જોવા મળતા હોય છે

આ ટામેટા અન્ય ચેરી ટામેટાની જેમ કદમાં નાના તો છે જ, પરંતુ સાથે રંગમાં પીળા અને લંબગોળ આકારના હોય છે

એક નજરે આ ટામેટા જોઈ કોઈ પણ વ્યક્તિ તેને ખારેક સમજવાની ભૂલ કરી બેસે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો