બનાસકાંઠાના ઘણા તાલુકામાં ખેડૂતો પાણીની સમસ્યાના કારણે ઉનાળાના સમયમાં ખેતી પણ કરી શકતાં નથી
ત્યારે કાંકરેજના ઇસરવા ગામે રહેતા સુથાર વેલાભાઈ જીવાભાઈએ 12 વીઘામાં ઓર્ગેનિક ખેતી કરી છે
તેઓએ ઓર્ગેનિક ખેતીથી તરબૂચ, શાકભાજી, આંબા, અંજીર, પપૈયા જેવા છોડ વાવી સફળ ખેતી કરી હતી
આ વિસ્તારમાં જમીનમાં ખારુ પાણી હોવાના કારણે આ વિસ્તારમાં અનેક ખેડૂતે ખેતી કરતા નહતાં
પરંતુ આસપાસનાં વિસ્તારમાંથી સરકાર દ્વારા કેનાલ પસાર કરાતા હવે સિંચાઈ માટે પાણી મળી રહે છે
જેનાથી રાહત મળતા ખેડૂતે તરબૂચની સફળ ખેતી શરુ કરી હતી
તરબૂચની ખેતી માટે તેઓએ એક એકર જમીનમાં 70 હજારનો ખર્ચ કર્યો હતો
જેની સામે 2.50 લાખની આવક મેળવી હતી. તેમજ એક એકર જમીનમાં શાકભાજીની ખેતી કરી હતી
30 હજારના ખર્ચે કાકડી,દેશી કાળીંગા,ટેડસા વાવી લગભગ 55 હજારની આવક મેળવી હતી
ચાલુ વર્ષે આ ખેડૂતે પોતાના એક વીઘા ખેતરમાં 30 જેટલા છોડ આંબાના, 10 છોડ અંજીરના, 30 છોડ પપૈયાના પણ વાવ્યા અને વચ્ચે પડેલી ખાલી જગ્યામાં 30 હજારના ખર્ચે ઓર્ગેનિક તરબૂચની ખેતી કરી છે
તેમજ અડધા વીઘા જમીનમાં મલચિંગ કરી શાકભાજી જેમાં કાકડી દેશી કાળીંગા, ટેડસા અને ભીંડા ની ખેતી કરી છે
આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા હોવા છતાં વેલાભાઈ સુથારે ખેતરમાં કરેલી વિવિધ પ્રકારની સફળ ખેતી કરી