ગાંધીનગરમાં શાહપુર ખાતે આદર્શ પ્રાથમિક શાળા આવેલી છે

આ શાળામાં અશ્વિનભાઈ પ્રજાપતિને બાળકોને રમતાં-રમતાં શિક્ષણ આપે છે

આ બદલ તેમને શિક્ષણક્ષેત્રે ઘણાં એવોર્ડ આપવામાં આવ્યો છે

અશ્વિનભાઈએ પી.ટી.સી, એમ.એ.બીએડ. અને એચ.ટાટની પરીક્ષા પાસ કરી છે

નોકરીની શરુઆત ગાંધીનગરના રણાસણ ગામથી કરી હતી

હાલ, ગાંધીનગરમાં શાહપુર આદર્શ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે

અહીં બાળકોને વિજ્ઞાનમાં રસ-રુચિ કેળવાય તે માટે વિશેષ પ્રયત્નો કર્યા છે

ખાસ કરીને ડિજિટલના યુગમાં શાળા દ્વારા ઓનલાઇન રમતા રમતા શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું

બાળકો રમતમાં ભાગ લે છે અને રમતા રમતા શીખે છે

તેમજ આ શાળા ગુજરાત રાજ્યની ધ ડિજિટલ સ્કુલ તરીકે પણ ઓળખાય છે

ગણિત સાપસીડી, હું કોણ છું?, મ્યુઝિકલ બોક્સ, કૌન બનેગા બુદ્ધિમાન? શબ્દોની રેલગાડી, પ્રશ્ન પટ્ટીનો ખેલ તથા અન્ય રમતો રમાડવામાં આવે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો