ગુજરાતના એક દંપત્તિએ દરિયાઈ જીવસૃષ્ટિના જતન માટે અનોખુ કામ કર્યુ છે

તેઓએ એડવાન્સ વોટર સ્કુબા ડાઇવિંગનો કોર્સ પૂરો કર્યો છે

આ કોર્સથી આ દંપત્તિ વિશ્વના કોઈપણ ખૂણે દરિયામાં 30 મીટર સુધી અંદર જઈ શકશે

કચ્છના માંડવીમાં રહેતા યશેશ શાહ અને નીકી શહ દરિયાઈ જીવશાસ્ત્રી તરીકે સ્નાતક છે

છેલ્લા લાંબા સમયથી દરિયાઈ જીવસૃષ્ટિને પ્લાસ્ટિકના કારણે નુકસાન અંગે લોક જાગૃતિ માટે કાર્યરત છે

યશેશ શાહ અનુસાર લોકો જમીન પર રહેતા જીવોને બચાવવા પ્રત્યે જેટલા જાગૃત છે એટલા પાણી માટે નથી

જ્યારે જમીન પરની જીવસૃષ્ટિ દરિયાના કારણે જ અસ્તિત્વમાં છે

દરિયાના સૂક્ષ્મ જીવો “ફાયટોપ્લેંકટોન” પૃથ્વી પરનું 50 ટકાથી પણ વધુ ઑક્સિજન પૂરું પાડે છે 

તેમજ તે પૃથ્વી પરની આહારશ્રુંખલાની ખૂબ જ સૂક્ષ્મ કડીને જોડેલી રાખી દરિયાની અંદરની અદભૂત રંગબેરંગી દુનિયાનું સર્જન કરે છે

આપણે લઈ રહેલા 10 શ્વાસ માથી 7 શ્વાસ માટે દરિયો જ જવાબદાર છે

પરંતુ આજના આ પ્લાસ્ટિક યુગમાં આપણો 70 ટકાથી પણ વધારે કચરો દરિયામાં જ ઠલવાઈ રહ્યો છે

અને તેના લીધે દુનિયાભરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં દરિયાઈ જીવો મૃત્યુ પામી રહ્યા છે

નીકી શાહે કહ્યું હતું કે, દરિયાઈ જીવનના સંરક્ષણ માટે સ્કુબા ડાઈવિંગ મહત્વપૂર્ણ છે 

કારણ કે આપણે દરિયાઈ જીવસૃષ્ટિની સુંદરતા અને જટિલતાનું અવલોકન અને અભ્યાસ કરી શકીએ છીએ

આપણા મહાસાગરોની સંભાળ લેવી એ હવેના સમયમાં દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની જશે

ફક્ત તેનાથી જ આપણે આપણી અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રદૂષણ મુક્ત પૃથ્વીનું નિર્માણ કરી શકીશું

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો