શનિદેવને કલયુગમાં ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે
શનિદેવ નારાજ થઈ જાય તો વ્યક્તિના જીવનમાં કરેલા કામ બગડવા લાગે છે
પરંતુ શનિદેવને રીઝવવા માટે તેમની 8 પત્નીઓના નામનો જાપ કરવાથી જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ દૂર થતી હોવાની ધાર્મિક માન્યતા છે
સુરતના અલથાણ ભટાર વિસ્તારમાં આવેલા શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં શનિદેવ તેમની આઠ પત્ની સાથે બિરાજમાન છે
ત્યાં તેમની પૂજા અર્ચના થાય છે. અહીં મહિલાઓ પણ શનિદેવની તેલ ચડાવી પૂજા અર્ચના કરે છે
ઉધના મગદલ્લા રોડ ખાતે મેયર બંગલાની નજીક શ્રી મહાલક્ષ્મી મંદિર આવેલું છે
જેમાં અન્ય દેવી-દેવતાઓ સાથે શનિદેવની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે
પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે, સમગ્ર ગુજરાતમાં એક માત્ર મંદિર છે
જ્યાં શનિદેવ એકલા નહીં પરંતુ તેમની 8 પત્નીઓ સાથે પૂજાય છે
આ મંદિરમાં શનિદેવની 8 પત્નીઓ સાથે તેમનું પણ પૂજન અર્ચન કરવામાં આવે છે
ભારતમાં શનિદેવના ઘણા મંદિર છે. જ્યાં શનિદેવની પ્રતિમા સ્થાપિત છે
પરંતુ તેમની પત્નીઓ સાથે તેમની પૂજા થતી હોય તેવા મંદિર જૂજ છે
જેમાં એક તમિલનાડુના પેરાવોરાની પાસે તંજાવુરના વિલનકુલમના અક્ષયપુરિશ્વર મંદિર છે
જ્યાં શનિ મહારાજ તેમની પત્ની સાથે પૂજાય છે. આ સિવાય છત્તીસગઢમાં સ્થિત શનિદેવ મંદિરમાં તેઓ પત્ની સાથે બિરાજમાન છે
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ખરાબ સ્થિતિમાં હોય અથવા તો શનિની સાડાસાતી/પનોતી/દશા ચાલી રહી હોય તો શનિદેવની પત્નીઓના નામ લઈને આ સ્થિતિમાંથી બહાર નીકળી શકવાની માન્યતા છે
શનિ દેવની પત્નીઓના આ નામ છે – ધ્વજહિની, ધામિની, કલહાપ્રિયા, કંકલી, તુરંગી, કંતકી, મહિષી અને અજા