કચ્છના સુપ્રસિદ્ધ રણ મધ્યે યોજાતો રણોત્સવ બે અઠવાડિયા પહેલા જ સમાપ્ત થયો છે
ત્યારે સફેદ રણથી થોડા દૂર આવેલા બન્ની ગામમાં અત્યારથી જ ઉનાળાની શરુઆત થઈ ગઈ છે
અત્યારથી જ ત્યાંના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે
બન્ની વિસ્તારના નાના સરાડો, મોટા સરાડો, રભુ વાંઢ, સાંવલપુર વાંઢ વગેરે ગામોમાં હાલ લોકો પાણીના એકએક ટીપાં માટે તરસી રહ્યા છે
સમગ્ર દિવસમાં માત્ર એક કલાક જ આ ગામોના ટાંકામાં પાણી આવે છે
તેથી પાણી આવે તેવું તરત જ ભેગુ કરી લેવા મહિલાઓ હેલ, હાંઢો અને ગગાર લઈને ચાંકા પર પડાપડી કરે છે
સમગ્ર બન્ની વિસ્તારમાં સૌથી મોટું પશુધન આ નાના સરાડો જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે
10 હજાર જેટલી માનવ વસતી અહીં 30 હજાર કરતાં વધારે પશુઓનો નિભાવ કરે છે
જે પશુઓથી તેમના જીવનનો ગુજારો થાય છે તેમને તરસ્યા જોવા પડે છે
આ કરુણ દ્રશ્ય જોઈને કોઈપણ માલધારીઓના ગળા નીચેથી કોળિયો પણ નથી ઉતરતો
શેરવો ગામના સંપથી આવતું ખારું પાણી આ માલધારીઓ તેમજ તેમના પશુઓ માટે એકમાત્ર વિકલ્પ છે
મીઠું પાણી તો ઠીક પણ આ માલધારીઓએ ખારા પાણી માટે પણ વલખાં મારવા પડે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો