કચ્છના અનોખા ઊંટે વિદેશી પ્રવાસીઓને લગાવ્યું ઘેલું!

ઊંટ સવારી વિના સફેદ રણના પ્રવાસીઓને તેમનો પ્રવાસ અધૂરો લાગે છે

જોકે, હાલ ઊંટગાડી પર બેસવાની સાથે ઊંટના શો-પીસનો પણ ભારે ક્રેઝ ઉપાડ્યો છે

હાલ, રણોત્સવમાં કાપડ અને તારમાંથી બનાવાતા ઊંટ, ઘોડા ગાડાના શો પીસ રણોત્સવમાં ધૂમ મચાવે છે

વિદેશી પ્રવાસીઓને તો આનો એટલો ચસ્કો લાગ્યો છે કે રોજના રોજ વેચાય જાય છે

કચ્છમાં જોવા મળતી ભાત-ભાતની હસ્તકળાઓ દેશ-વિદેશનું મન મોહી લે છે

કચ્છના બન્ની વિસ્તારના કારીગર કાના મારવાડા અલગ હસ્તકળાથી રણોત્સવમાં પ્રખ્યાત થયા છે

આ કચ્છી કારીગરી કાપડ અને તારમાંથી બનાવાતા ઊંચના શો પીસથી પ્રવાસીઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે

અને હાલ, કચ્છી હસ્તકળા વાળા દેશી રમકડાંની માંગ ખૂબ વધી રહી છે

રણોત્સવની ટેન્ટ સિટીમાં ઊભા કરાયેલ હસ્તકળા સ્ટોલમાં આ કારીગર પોતાની હસ્તકળા પ્રદર્શિત કરે છે

ફક્ત 100 થી 1000 રુપિયામાં રોજે રોજ બનતાં આ રમકડાં રોજેરોજ વેચાઈ જાય છે

ધોરડો ગામમાં સાત કારીગરો રોજ કાપડ અને તારમાંથી આ પ્રકારના રમકડાં બનાવે છે

મહિલા કારીગરો પણ હવે આ કારીગરીમાં જોડાઈ રહ્યા છે અને દિવસની સારી આવક ઊભી કરે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો