હવે ભરૂચમાં મળશે બુર્જ ખલિફા સ્પેશિયલ ગોલો

ભરૂચની તકદીર આઈસ ડિશ ગોલાની શોપ પર બને છે ઠંડા ઠંડા કુલ કુલ ગોલા

આ શોપ પર ગોલામાં 30 રૂપિયાથી લઈને સૌથી વધુ 1300 રૂપિયાનો બુર્જ ખલિફા બિગેસ્ટ ટાવરનો સમાવેશ

24 ઇંચ ઊંચાઈ ધરાવતો બુર્જ ખલિફા ગોલાને 16 લોકો ખાઈ શકે છે

આ ગોલામાં કાજુ, બદામ, કિસમિસ, તુટીફુટી, જેમ્સ, ચેરી, અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમ, અલગ અલગ જાતની મલાઈ સહિતનો વપરાશ

આ આઈસ ગોલાનો સ્વાદ ભરૂચવાસીઓ સહિત વિદેશથી આવતા લોકોને પસંદ પડ્યો

ભરૂચ જિલ્લામાં 31 વર્ષ પહેલા તકદીર આઈસ ડીશ ગોલા શોપની શરૂઆત થઈ

હાલ ફૈઝલ ભુવરએ પિતાની આઈસ ડિશ ગોલાની લારીનો વ્યવસાય સંભાળ્યો છે

ફૈઝલ ભુવર મૂળ રાજકોટ જિલ્લાના જેતપુરના છે અને હાલ તેઓ કસક વિસ્તારમાં પરિવાર સાથે રહે છે

તેમના ચાર ભાઈઓ પણ આઈસ ડિશ ગોલાના વ્યવસાયમાં જોડાયેલા છે

આ આઈસ ડિશ ગોલા શોપની ભરૂચમાં પાંચ શાખા છે

ફૈઝલભાઈની પાંચેય ગોલાની શાખામાં 17 જેટલા કર્મચારીઓ કામ કરે છે. 

આ સાથે આઈસ ગોલાની દુકાનમાં તેઓના ચાર ભાઈઓ અને ભત્રીજાઓ પણ સેવા આપી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો