આ હનુમાનજીના મંદિરે અંગ્રેજો પણ ચડાવતા હતા તેલ

ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં આવેલું શ્રી ડભોડીયા હનુમાનજીનું મંદિર દુનિયાભરમાં સુપ્રસિદ્ધ છે

હનુમાન જયંતી પર્વ પર અહીં દાદાને તેલનો અભિષેક કરવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલે છે

સાથે આ મંદિરનો ઇતિહાસ અંગ્રેજો સાથે પણ જોડાયેલો છે, ચાલો જાણીએ રસપ્રદ ઈતિહાસ

લોકવાયકા પ્રમાણે અંગ્રેજોના સમયમાં અહીંથી ટ્રેન પસાર થતી હતી

કોઇ કારણોસર ટ્રેન ખોટવાઈ જતા અથાગ પ્રયાસો બાદ પણ ટ્રેન શરૂ થઈ ન હતી

ગ્રામજનોએ આ મામલે અંગ્રેજોને હનુમાનજી દાદાને એક તેલનો ડબ્બો ચડાવવાની બાધા રાખવાની સલાહ આપી હતી

ટ્રેન શરૂ કરવામાં નિષ્ફળ અંગ્રેજોએ આખરે આ વાતનો સ્વીકાર કર્યો અને આ બાધા રાખ્યા પછી ટ્રેન શરૂ થઇ હતી

 ત્યારથી દર કાળીચૌદસે અંગ્રેજો ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે તેલનો અભિષેક કરતા હતા

ડભોડા હનુમાનજી મંદિર ટ્રસ્ટ જણાવે છે કે સૌથી વધુ તેલનો અભિષેક થતો હોય તેવું ડભોડિયા હનુમાનજી મંદિર રાજ્યનું પ્રથમ મંદિર છે

અહીં ભક્તો દ્વારા દાદાને હજારો લિટર તેલનો અભિષેક કરવામાં આવે છે

 ત્યારે સંસ્થા દ્વારા દાદાને અભિષેક કરવામાં આવતા તેલની પણ અનોખી વ્યવસ્થા કરી છે

જેમાં ભક્તો દ્વારા ચડાવાતા તેલને એકઠું કરવા માટે એક તેલ કુંડ બનાવવામાં આવ્યો છે

આ તેલ કુંડ ખાલી કરવા માટે પણ ખાસ મોટરની વ્યવસ્થા કરવામાં આવી છે

બે ટેન્કર ભરાય એટલુ તેલ ફરીવાર ખાલી થયેલા તેલના ડબાઓમાં જ ભરીને પેક કરવામાં આવે છે

ત્યારબાદ આ જથ્થાને સ્થાનિક તેમજ બહારથી આવતા લોકોને સસ્તા ભાવે આપી દેવામાં આવે છે

આમ ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા તેલનો સદ્ ઉપયોગ કરવામાં આવે છે. આવું ઉત્તમ કાર્ય કરતું આ એક માત્ર મંદિર છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો