કચ્છમાં પ્રવાસન સ્થળની સાથે એટલા તીર્થધામો પણ આવેલા છે

અહીં સરહદ પાસે એક વિશેષ હનુમાનજીનું મંદિર પણ આવેલું છે

ભારત-પાકની સરહદે આવેલું આ મંદિર જવાનોની આસ્થાનું પ્રતિક છે

લોકવાયકા મુજબ 1971માં યુદ્ધ બાદ જવાનો પરત ફરી રહ્યા હતાં

ત્યારે આંતરરાષ્ટ્રી. સીમા નજીક રણમાં તેમને હનુમાનજીની મૂર્તિ મળી હતી

તે સમયે થયેલી આકાશવાણી મુજબ ત્યાં હનુમાનજીનું મંદિર બનાવવા સૂચના અપાઈ હતી

આ મંદિર પ્રત્યે જવાનોને અતૂટ શ્રદ્ધા પણ છે

જવાનો અહીં આવી પોતાની ઈચ્છા રજૂ કરી માનતા માને છે 

અને તે માનતા પૂર્ણ થતાં તેઓ અહીં મંદિરમાં એક ઘંટ ચઢાવે છે

તેમજ અહીંથી બદલી થઈને જતા જવાનો પણ મંદિરમાં ઘંટ બાંધી પોતાની શ્રદ્ધાનું ઉદાહરણ પૂરુ પાડે છે

નો મેન્સ ઝોનમાં આ મંદિર આવેલું હોવાથી બીએસએફની પરવાનગી વિના અહીં પ્રવેશ મળતો નથી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો