Heading 1
શહેરની વચ્ચોવચ આવેલું છે આ જંગલ
સમયાંતરે જંગલોનું પ્રમાણ ઘચીને મહાકાયી ઈમારતો બની રહી છે
ત્યારે કોરોના કાળ દરમિયાન એક પર્યાવરણ પ્રેમી અનોખી રીતે તેમનો પ્રેમ પ્રસ્તુત કર્યો છે
વડોદરાની રીનાબહેને પોતાની દસ સ્કેવર ફૂટ જમીન પર સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટ શરુ કર્યુ
એટલે કે શહેરકી વિસ્તારમાં એક જ જગ્યાએ તેમણે ઘણા બધા ફૂલ-છોડવાનો ઉછેર કર્યો
સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટમાં 100થી વધુ પ્રકારના વૃક્ષો રોપવામાં આવેલા છે
ગાર્ડનિંગ કરવું ગમતું તેથી તેમણે પરમાકલ્ચર (પરમનેન્ટ એગ્રીકલ્ચર) નામનો કોર્સ ભણ્યો
તેનાથી એ શીખવા મળ્યુ કે, જેટલું બને તેટલા વધારે અને એકબીજાની નજીક છોડ લગાવો
જેથી, વૃક્ષોને પણ કુદરતી માહોલ મળે અને જંગલ જેવો અહેસાસ થાય
અર્બન ફૂડ ફોરેસ્ટમાં કોઈપણ પ્રકારનું કેમિકલ યુક્ત ખાતર કે રસાયણ નાખવામાં આવતું નથી
તમામ કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરીને વૃક્ષોને ઉછેરવામાં આવી રહ્યા છે
ચારેય બાજુ કોન્ક્રીટ દીવાલોની વચ્ચે આ પ્રકારનું અર્બન ફૂડ ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે
અહીં એ જાણવા મળ્યુ કે શહેરમાં રહીને પણ તમામ પ્રકારનાં વૃક્ષો વાવી શકાય છે
એક જ પ્રકારની માટી અને વાતાવરણ છતાં કોઈપણ પ્રજાતિના વૃક્ષો વાવી શકાય છે
જેથી વડોદરામાં ના થતી ખેતી પણ આ અર્બન ફૂડ ફોરેસ્ટમાં જોવા મળે છે
અહીંથી કોઈપણ શાકભાજી કે ફળ બહાર વેચવામાં આવતું નથી ફક્ત અહીં કામ કરતા લોકો જ વાપરે છે
તેથી એ સંદેશ મળે કે, જાતે જ ઉગાડેલા ફળ અને શાકભાજી જાતે જ વાપરીએ
અર્બન ફૂડ ફોરેસ્ટ બન્યુ એ પહેલા એ જગ્યા પર ત્રણ માળની બિલ્ડીંગ હતી
એવી જમીન પર પણ રીનાબહેને આ પ્રકારનું ફોરેસ્ટ ઊભું કરીને રીનાબહેને એક ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે
અહીંથી કોઈપણ શાકભાજી કે ફળ બહાર વેચવામાં આવતું નથી ફક્ત અહીં કામ કરતા લોકો જ વાપરે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો