Heading 1

આ છે કળયુગનો શ્રવણ! એક નહીં પણ 100 માવતરનું પેટ ભરે છે

વડોદરા શહેરના રાજમાર્ગો તેમજ ફૂટપાથ પર જીવન જીવી રહેલા લોકો માટે આ તેમનો શ્રવણ સમાન છે

નીરવ ઠક્કર રસ્તે રઝળતા વૃદ્ધોની સેવા કરી તેમને રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડે છે

નીરવની સાથે તેમની પત્ની અને રજનીકાંત પણ સવારે વહેલા ઉઠીને ગરીબો માટે ભોજન બનાવે છે

વડોદરામાં ભુખ્યાને ભોજનના ઉમદા હેતુથી નીરવ ઠક્કર કોરોનાકળથી આ સેવા કરી રહ્યા છે

તેઓ નિરાધાર અને નિઃસહાય લોકોને બે ટંક ભોજન મળે તે માટે શ્રવણ સેવા ચલાવે છે

આજે આ સેવાને 500 દિવસ પુરા થયા છે, 20થી શરુ કરેલી આ સેવા આજે 100 લોકોનું પેટ ભરે છે

જે ભોજન આ લોકો માટે બનાવવામાં આવે છે, તેઓ પણ એ જ ભોજન ખાય છે

આ અનોખી શ્રવણ સેવામાં અનેક વડોદરાવાસીઓ પણ સહભાગી થઇ રહ્યા છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો