OMG! પત્નીએ જ કરાવ્યા પોતાના પતિના બીજા લગ્ન

આંધ્રપ્રદેશના તિરુપતિની એક પરિણીતાએ તેના પતિના લગ્ન તેની પ્રેમિકા સાથે પરંપરાગત રીતે મંદિરમાં કરાવ્યા હતા

કલ્યાણ આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના ડાક્કિલીના આંબેડકર નગરનો વતની છે. કલ્યાણ ટીકટોક પર એક લોકપ્રિય સેલિબ્રિટી છે

તે થોડા સમય પહેલા કડપ્પાની વિમલા નામની છોકરીના સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને બંનેએ લગ્ન કરી લીધા હતા

કપલ તેઓના સંયુકત વીડિયોને કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા

લગ્નના થોડા દિવસ બાદ નિત્યા શ્રી નામની મહિલા તેમના ઘરે આવી પહોંચી

આ કલ્યાણની પ્રેમિકા હતી અને થોડા સમય પહેલા બંનેનું બ્રેકઅપ થયુ હતુ

 નિત્યાશ્રીએ વિમલા સમક્ષ એક છત નીચે રહેવા અંગેની રજૂઆત કરી અને કહ્યું કે તેઓ ત્રણેય એક છત નીચે જ રહેશે

બાદમાં વિમલાએ બંનેના લગ્ન મંદિરમાં પરંપરાગત વિધીથી કરાવી દીધા હતા. ત્રણેયે લીધેલા ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો