BE YOUNG

FROM THE LEOS

 તલની તાસીર ગરમ

 હોય છે એટલા માટે

 શિયાળામાં તેનું સેવન

 શરીર માટે ખૂબ જ

 ફાયદાકારક માનવામાં

 આવે છે.

Heading 2


એક અભ્યાસ પ્રમાણે, જો સવારે ઉઠીને ખાલી પેટ તલનું સેવન કરવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે કેટલીય રીતે ફાયદાકારક સાબિત થઇ શકે છે. 


ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર તલ હેલ્થની સાથે સ્કિન અને વાળ માટે પણ લાભદાયક માનવામાં આવે છે.

Your Page!


કાળા તલમાં ફાઇબર અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેના કારણે કબજિયાતની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. 

તલમાંથી મળી આવતું તેલ આંતરડાને Lubricate કરવામાં મદદ કરે છે. તલમાં પ્રાકૃતિક સ્વરૂપે જે તેલ મળી આવે છે તે દાંતમાં રહેલા પ્લાકને દૂર કરે છે. 


દાંતનો સડો અને પેઢાની બીમારીઓથી પણ બચાવે છે. એવામાં જો સવારે ખાલી પેટ શેકેલા તલને ચાવવામાં આવે તો તેનાથી દાંત અને પેઢા મજબૂત બને છે અને મોંઢાની દૂર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે. 


તલ હાડકાંને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનું કારણ એ છે કે, તલમાં ડાયેટ્રી પ્રોટીન અને એમિનો એસિડ મળી આવે છે. જેનાથી આર્થરાઇટિસ જેવી બીમારીઓથી બચાવી શકે છે. 


 જો કોઇ વ્યક્તિને એનીમિયાની બીમારી હોય તો તેને પણ તલ ખાવું જોઇએ કારણ કે તલમાં આયર્ન પણ હોય છે જે લોહીની ઉણપની સમસ્યાને દૂર કરે છે. 

તલ ખાવાથી આપણા શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે.

Your Page!

એન્ટી ઑક્સિડેન્ટ્સથી ભરપૂર તલ ચહેરા પર જોવા મળતી ઉંમરની નિશાનીને ઓછી કરે છે.


તલનું તેલ સ્કિનને સોફ્ટ બનાવે છે. આ ઉપરાંત ઓમેગા ફેટી એસિડથી ભરપૂર તલ વાળને મૂડમાંથી મજબૂત બનાવીને વાળનો ગ્રોથ પણ વધારે છે.